સોનગઢના લીંબી ત્રણ રસ્તા નજીક બે બાઈક વચ્ચે થયેલા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત નીપજ્યા હતા,જ્યારે એકને ગંભીર ઈજા થઈ હતી. વિશ્વ આદિવાસી દિનની ઉજવણી પ્રસંગે સહભાગી થવા નિકળેલા ત્રણ યુવકોએ અકસ્માતમાં અકાળે જીવ ગુમાવતા ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.
મળતી વિગતો પ્રમાણે સોનગઢ તાલુકાના શેરૂલા રસ્તા ઉપર લીંબી ત્રણ રસ્તા નજીક તા.૯મી ઓગસ્ટ નારોજ બે મોટરસાયકલો સામ-સામે ભટકાતા થયેલા ગોઝારા અકસ્માતમાં બંને મોટર સાયકલો ઉપર સવાર ચાર યુવાનો ફંગોળાઈને રોડ ઉપર પટકાતા જેઓને ગંભીર ઈજા થઈ હતી. ચાર યુવાનો પૈકી વિનેશ વસાવા, આનંદ વસાવા અને સુરેશ વસાવાને માથા તથા શરીરના ભાગોમાં ગંભીર ઈજા થવાથી જેઓના મોત થયા હતા, જયારે અન્ય એક યુવાનને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. યુવાનો વિશ્વ આદિવાસી દિન નિમિત્તે યોજાનાર રેલીમાં ભાગ લેવા જઈ રહ્યા હોય, તે સમય દરમિયાન જેઓને માર્ગમાં અકસ્માત નડ્યો હતો.