વ્યારાનાં વીરપુર ફાટક પાસે જાહેર રોડ ઉપર ગાળકુવાનાં સાયકલ ચાલકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા સાયકલ ચાલકનું ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે વ્યારા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢનાં ગાળકુવા ગામનાં આમલી ફળિયામાં રહેતા કાનજીભાઈ ચેમાભાઈ ગામીત (ઉ.વ.63)નો ગત તારીખ ૨૭/૦૩/૨૦૨૫ નાંરોજ બેડકુવાનજીકથી ચોરવાડ સાયકલ લઈને આવતાં હતા. તે દરમિયાન વ્યારા તાલુકાનાં વીરપુર ફાટક પાસે રાત્રિના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કાનજીભાઈની સાયકલે ટક્કર મારી રોડ ઉપર પાડી દઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં કાનજીભાઈને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમણે સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર લાવવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી યુનિક હોસ્પિટલ સુરત ખાતે અને ત્યાંથી પણ વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ત્યાં સારવાર દરમિયાન કાનજીભાઈનું તારીખ ૦૫/૦૪/૨૦૨૫ નાંરોજ મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગણેશભાઈ કાનજીભાઈ ગામીતનાંએ તારીખ ૧૩/૦૪/૨૦૨૫ નાંરોજ વ્યારા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવમાં આવી હતી.