તાપી જિલ્લામાં આવેલાં ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત ભારે પાણીની આવક નોંધાઈ રહી છે. આજે સવારે ૮:૦૦ વાગ્યાની સ્થિતિએ ઉકાઈ ડેમની જળસપાટી વધીને ૩૩૨.૬૦ ફૂટ પર પહોંચી છે. ડેમની ભયજનક/સંપૂર્ણ સપાટી ૩૪૫ ફૂટ છે.
ડેમમાં હાલ ૧,૩૬,૧૮૧ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે ૬,૩૯૮ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ડેમની સપાટીમાં આશરે ૩ ફૂટ જેટલો નોંધપાત્ર વધારો થયો છે. ઉપરવાસમાં ચાલુ વરસાદને કારણે જળસપાટીમાં વધુ વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડ પર છે.





