Latest News Tapi: ડોલવણના ગડતથી ઉંમરવાવ નજીક તરફ જતા રોડ ઉપર કારે બાઈકને અડફેટે લેતા દંપતીને ગંભીર ઇજા

ડોલવણના ગડતથી ઉંમરવાવ નજીક તરફ જતા રોડ ઉપર ઉંમરવાવનજીક ગામમાં કારે ટક્કર મારતામોટરસાયકલ સવાર દંપતિને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મળતી વિગતો અનુસાર ડોલવણ તાલુકાના ઉમરવાવનજીક ગામના પાટી ફળીયાના રહીશ આશિષભાઈ મહેશભાઈ ચૌધરી(ઉં. વ.૩૬) ગત્ તા.૧૦-૨-૨૬ ના રોજ પોતાની પત્ની ફાલ્ગુની સાથે મોટરસાયકલ લઈને ગડત ગામે ખેતરે પાણી વાળવા માટે ગયા હતા, ત્યાંથી બપોરે પરત ઘરે આવતી વખતે ઉમરવાવનજીક ગામના ગામીત ફળીયા વળાંક પાસે આવતા સામેથી આવતી કાર નંબર જીજે/૧૯/બીઈ/૫૪૪૭એ ટક્કર મારતા મોટરસાયકલ સવાર દંપતિ નીચે પટકાયું હતું. અકસ્માતમાં ઈજા થતાં દંપતિને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં પત્નીને વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. અકસ્માત બનાવ અંગે તા.૧૩ ના રોજ ઈજાગ્રસ્ત આશિષભાઈ ચૌધરીએ ફરિયાદ કરી હતી.

error: Content is protected !!