Latest News Tapi : જિલ્લા કક્ષાની શિબિરનું આયોજન : “તમારી મૂડી, તમારો અધિકાર” શિબિરનું વ્યારા ખાતે આયોજન કરાયું

નાણાકીય સંસ્થાઓ દ્વારા દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા “તમારી મૂડી, તમારો અધિકાર” શિબિરનું વ્યારા ખાતે જિલ્લા કક્ષાની શિબિરનું આયોજન કરાયું હતું. “તમારી મૂડી, તમારો અધિકાર” ટેગલાઇન સાથે દાવો ન કરાયેલ થાપણો પરત મેળવવા માટેની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ૧ ઓક્ટોબર ૨૦૨૫ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના સમયગાળા દરમિયાન ચલાવવામાં આવી રહી છે આ ઝુંબેશનું તારીખ ૦૪થી ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ ગુજરાતના ગાંધીનગરમાં માનનીય કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમન દ્વારા કરવામાં આવ્યા બાદ હવે આ ઝુંબેશ ને જિલ્લા કક્ષાએ આગળ ધપાવવા વ્યારા (તાપી) ખાતે બેંક ઓફ બરોડા, અગ્રણી જિલ્લા બેંક દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

અગ્રણી જિલ્લા બેંક દ્વારા જિલ્લાની વિવિધ બેંકોના માધ્યમથી દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા માટે સભાખંડ ડો.બાબાસાહેબ આંબેડકર ભવન હોલ વ્યારા ખાતે શુક્રવાર તારીખ ૧૨મી ડીસેમ્બર ૨૦૨૫ના રોજ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરનો શુભારંભ શ્રી જશુભાઈ એન.દેસાઈ (IPS, પોલીસ અધીક્ષક તાપી), તેમજ શ્રી આદર્શકુમાર સહાયક મહાપ્રબંધક અને રિજનલ મેનેજર બેંક ઓફ બરોડા – સુરત જીલ્લા ક્ષેત્ર, શ્રી રાજ કપુર જનરલ મેનેજર ગુજરાત ગ્રામીણ બેંક, શ્રી ઉત્કર્ષ દેશમુખ ડી.ડી.એમ નાબાર્ડ, શ્રી આસીમ રાણા આર.બી.ડી.એમ દ્વારા કરવામાં આવ્યો તથા અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ, ગ્રાહક, લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા.

માનનીય અતિથિઓએ આ પહેલની સરાહના કરતા જણાવ્યું કે આવી શિબિરો નાગરિકોને તેમના નાણાકીય અધિકારો પ્રત્યે જાગૃત કરવા અને નાણાકીય સમાવેશન ને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આ શિબિર દરમ્યાન મંચસ્થ મહાનુભાવો દ્વારા ૨૦ દાવેદારોને દાવાઓના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા તથા વિવિધ નાણાકીય સંસ્થાઓના કુલ ૪૮ લાખ રૂપિયાના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા આ મહામેળાવડામાં અંદાજે ૨૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા.આ શિબિર દરમ્યાન વિવિધ નાણાકીય સંસ્થાઓ અને બેંક ઓફ બરોડા આર.સે.ટી. દ્રારા ૧૨ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જે સ્ટોલ પર લોકોને પોતાના જૂના ખાતાઓની યોગ્ય જાણકારી, મૃત વ્યક્તિના વારસદારો ને દાવો કરવાની પ્રક્રિયાની જાણકારી આપવામાં આવી હતી.કાર્યક્રમના અંતે લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર (LDM) તાપી, શ્રી ભરત મકવાણા એ તમામ અતિથિઓ, બેંક અધિકારીઓ, મીડિયા પ્રતિનિધિઓ તથા નાગરિકોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!