Latest news tapi : જિલ્લાના ખેડૂતોને ઓઇલ પામ વાવેતર માટે મળશે ખાસ સહાય

નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ યોજના અંતર્ગત તાપી જિલ્લામાં ઓઇલ પામ વાવેતર માટે ખેડૂતોને વિશેષ સહાય આપવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય બાગાયત વિભાગ અને ગોદરેજ કંપનીના સંયુક્ત ઉપક્રમે આ યોજના અમલમાં છે. જિલ્લાના ખેડૂતોને ખેતીમાં નવા વિકલ્પો મળે અને અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ થાય તે માટે સરકારશ્રી દ્વારા સશક્ત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ખેડૂતોને ઓઇલ પામ વાવેતર માટે સરકાર દ્વારા તાપી જિલ્લામાં ગોદરેજ કંપનીને માન્યતા આપવામાં આવી છે. પાકના વાવેતર માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર પ્રથમ વર્ષે રૂ. ૨૯,૦૦૦/- (આયાત કરેલ રોપા માટે) તથા રૂ.૨૦,૦૦૦/- (સ્વદેશી રોપા માટે) તથા બાકીના ચાર વર્ષે (વર્ષ માટે) રૂ. ૧૦,૫૦૦ છે જે પ્રતિ વર્ષ આંતરપાક તથા નિભાવણી ખર્ચ પેટે સહાય મળશે.આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતોએ વધુ વિગતો માટે ગોદરેજ કંપનીના મો. ૯૪૨૬૨૮૫૯૧૭ અથવા નાયબ બાગાયત નિયામકશ્રી, જિલ્લા બાગાયત કચેરી, બ્લોક નં. ૧૨, જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા-તાપી નો સંપર્ક ૦૨૬૨૬- ૨૨૧૪૨૩ અથવા રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે એમ તાપી જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.નોધનિય છે કે, પામોલિન ઓઇલએ પામ નામના ઝાડ માંથી મેળવાય છે. ફરસાણ, પેકેટ ફૂડ તથા વિવિધ ખાધ બનાવટો આ તેંલનો ઉપયોગ થાય છે. તેમાં બનાવેલ ફૂડ પ્રોડક્ટ લાંબા સામે સુધી બગડતી નથી, તે આ તેલની ખાસિયત છે. પ્રવર્તમાન સમયે બજારમાં આ તેલની માંગ વધુ છે. આપણા દેશમાં હાલમાં આ તેલ અન્ય દેશો માંથી આયાત કરવામાં આવે છે. જેના કારણે આપણે વધુ વિદેશી હૂંડિયામણનો ખર્ચ કરવો પડે છે અને ખરેખર તેનો લાભ ખેડૂતોને મળી રહે તેવા પ્રયાસના ભાગરૂપ આ સહાય યોજના અમલી છે. ઓઇલ પામ એ એકર દીઠ ઘાણી સારી આવક આપતો પાક છે.

error: Content is protected !!