Latest News Tapi: જમીન વિવાદમાં બે બહેનોના પરિવારો વચ્ચે માર મારી

ઉચ્છલના વડપાડાનેસુ ગામમાં જમીન વિવાદમાં બે બહેનોના પરિવારો વચ્ચે થયેલા ઝઘડામાં ઢીક્કમુક્કી તથા દંડાથી માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવ્યાની ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો પ્રમાણે ઉચ્છલ તાલુકાના નારણપુર ગામના રહીશ બાબલીબેન વિનોદભાઈ વસાવાની પિતાની જમીન વડપાડાનેસુ ગામના બ્લોક સર્વે નં.૪૭૯માં છે. આ જમીનની સંયુક્ત વહેંચણી થયેલી છે. બાબલીબેન તથા તેમના પતિ વિનોદભાઈ પાચીયાભાઈ વસાવા તથા બહેન નંદુબેનનો પુત્ર યહોશુઆભાઈ કાશીરામભાઈ ગામીત વડપાડાનેસુ ગામના બ્લોક સર્વે નં.૪૭૯ તથા જુનો બ્લોક સર્વે નં.૨૦ પૈકી ૪૯ ખાતા નં.૫૭૫ની જમીન ડાંગરની વાવણી માટે બે યુવકોને માર મારી હત્યાની ધમકીમાં ચાર શખ્સો સામે ગુનો દાખલ પાણી વાળી તૈયાર કરતા હતા. તે દરમિયાન બહેન નંદુબેન અરૂણભાઈ ગામીત તથા તેમના પરિવારના સભ્યો ખેતરમાં આવ્યા હતા. વિલાસભાઈ કાશીરામભાઈ ગામીત કહેવા લાગ્યો કે કોને પુછીને ખેતરમાં પાણી વાળો છો. તેણે પાઈપ છોડી નાંખી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. વિલાસભાઇએ યહોશુઆભાઈને લાકડાના દંડાથી અને રાહુલભાઇ, અરૂણભાઇએ ઢીકમુક્કીનો માર માર્યો હતો. વિનોદભાઈને પણ ઢીક્કમુક્કીનો માર મારી જાનથી મારી નાંકવાની ધમકી આપી હોવાની ફરિયાદ બાબલીબેને નારણપુર ગામના નંદુબેન અરૂણભાઇ, વિલાસભાઈ કાશીરામભાઈ, રાહુલભાઈ અરૂણભાઈ, અરૂણભાઈ ધર્માભાઈ ગામીત સામે કરી છે.

error: Content is protected !!