Latest news tapi : બિહારથી કોલ સેન્ટર ચલાવી લોકો પાસે મસમોટી રકમની છેતરપિંડી કરતા પાંચ જેટલા ઠગો ઝડપાયા

તાપી જિલ્લામાં લોટરીની ઈનામના લોભની લાલચમાં એક યુવક લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે. ઇનામમાં લાગેલી એક ફોર વ્હીલ ગાડી મેળવવા ટેક્ષના નામે ગઠિયાઓએ ટુકડે ટુકડે લાખોની રકમ પડાવી લેતા આ યુવકે સાયબર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસ હરકતમાં આવી હતી. બિહારથી કોલ સેન્ટર ચલાવી લોકો પાસે મસમોટી રકમની છેતરપિંડી કરતા પાંચ જેટલા ઠગોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર મામલાની વિગત જોઈએ સનેહલકુમાર નામના યુવક સાથે ઠગો દ્વારા કુરીયર મારફતે તેમના ઘરે ‘ધન લક્ષ્મી કુબેર વર્ષા યંત્ર પ્રાઈવટ લિ.”નામની કંપનીનો બનાવટી પત્ર મોકલ્યો હતો અને ત્યાર બાદ ફોન કરી તેઓએ મોકલેલા લોટરી કુપનમાં તેઓની લોટરી લાગી છે છે તેવી લાલચ આપી આ લોટરીના નાણા મેળવવા સારૂ ઠગોએ અલગ અલગ ટેક્ષ ભરવો પડશે અને આ ટેક્ષની રકમ થોડા દીવસોમાં પરત મળી જશે. તેમજ તમારા દ્વારા મોકલેલા નાણા પરત જોઈતા હોય તો વધુ નાણા આ રકમ રિફંડ કરવા માટે મોકલવા પડશે વિગેરે જેવા લોભામણી લાલચો આપી વિશ્વાસમાં લઈ ટુકડે ટુકડે અલગ અલગ ખાતાઓમાં કુલ રૂપિયા રૂ.26,90,265ની છેતરપિંડી કરી હતી.

ઠગોના ચાલુ કોલ સેન્ટરના સ્થળ પર રેડ કરી પાંચ ઠગોને લોટરી ફોડના સાધનો સાથે ઝડપી પાડ્યા : પી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તાપી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગુનાની તપાસમાં આરોપીઓના મોબાઈલ નંબરો તેમજ આઈ.એમ.ઈ.આઈ નંબરોની માહીતી આધારે કોમન ટાવર લોકેશન તેમજ ટેકનીકલ એનાલીસીસ આધારે તપાસ કરતા આરોપીઓ બિહાર રાજ્ય ખાતે હોવાનુ બહાર આવ્યું હતું. જેથી તાપી એસ્પીએ પીએસઆઈ કે.આર.પટેલ અને પીએસઆઇ ડી.આર. બથવારની ટીમ બનાવી બિહાર ખાતે તપાસમાં મોકલી હતી, જેમાં આ ટીમો દ્વારા અલગ અલગ લોકેશનો પર તપાસ કરી ટેક્નીકલ તેમજ હ્યુમન સોર્સ આધારે ઠગોના ચાલુ કોલ સેન્ટરના સ્થળ પર રેડ કરી પાંચ ઠગોને લોટરી ફોડના સાધનો સાથે પકડી પાડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતેનો લોટરી ફ્રોડનો ગુનો ડીટેકટ કર્યો હતો.આ ઠગાઈ કરનારા કરનાર ઠગો ભોગ બનનારને યેન કેન પ્રકારે અલગ અલગ ટેક્ષો કે પછી વાહન રસ્તામાં છે, આવે છે, તમારા નાણા રિફંડ મળી જશે જેવા બહાનાઓથી ભોગ બનનાર પાસે શક્ય હોય તેટલા તમામ નાણાની છેતરપિંડી કરે છે અને અવારનવાર વધુ નાણાની માંગણી કરે છે. આ રીતે આ ઠગો પોતાનું ઠગાઇના કારસ્તાનને અંજામ આપે છે. જોકે હજુ એક સાઝાડ નામનો ઠગ પોલીસ ચોપડે વોન્ટેડ છે.

પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ : (1) સંજીતમિથીલેશ સહદેવસિંગ સિંઘ (રાજપુત), (2) અમરજીતકુમાર શ્રીરામસિંઘ સિંઘ, (3) રાકેશસિંઘ શ્રીરામસિંઘ સિંઘ (4) રાહુલકુમારસિંઘ સુનિલસિંઘ સિંઘ અને (5) બ્રજેશ શ્રવણકુમાર સિંધની ધરપકડ કરી છે.આ દેશભરમાં આરોપીઓએ રૂપિયા ૩૪.૫૪ લાખની છેતરપિંડીના કરેલ આઠ ગુન્હા ડિટેક્ટ કર્યા હતા.

error: Content is protected !!