Latest news tapi : કિકાકુઈ ગામેથી જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા

સોનગઢનાં કિકાકુઈ ગામનાં ડુંગરી ફળિયામાં આંબાના ઝાડ નીચે ખુલ્લામાં નીચે બેસી ગોળ કુંડાળું કરી ગંજીપાના વતી પૈસા વતી હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૧૨/૦૬/૨૦૨૫ નાંરોક પેટ્રોલીગમાં નીકળ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, કિકાકુઈ ગામના ડુંગરી ફળિયામાં આંબાના ઝાડ નીચે ખુલ્લામાં કેટલાક ઈસમો નીચે બેસી ગોળ કુંડાળું કરી ગંજીપાના વતી પૈસા વતી હાર જીતનો જુગાર રમે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા ઉપર પહોંચતા  આંબાના ઝાડ નીચે ખુલ્લામાં નીચે બેસી ગોળ કુંડાળું કરી ગંજીપાના વતી પૈસા વતી હારજીતનો જુગાર રમતા અંકુર વિનોદભાઈ ગામીત (રહે.કિકાકુઈ ગામ, દક્ષિણ ફળિયું, સોનગઢ), જયા લીમજીભાઈ ગામીત (રહે.કિકાકુઈ ગામ, ડુંગરી ફળિયું, સોનગઢ), કલ્પેશ વીરસીંગભાઈ ગામીત (રહે.કિકાકુઈ ગામ, ડુંગરી ફળિયું, સોનગઢ), સુનીલ હરજીભાઈ ગામીત (રહે.કિકાકુઈ ગામ, ડુંગરી ફળિયું, સોનગઢ) અને સુલેમાન રમેશભાઈ ગામીત (રહે.કિકાકુઈ ગામ, ડુંગરી ફળિયું, સોનગઢ)નાંઓને ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો સહીતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

તાપી પોલીસની મોટી સફળતા: વાલોડના ૨૫ વર્ષ જૂના ડબલ મર્ડર અને ધાડનો મુખ્ય આરોપી ઉત્તરપ્રદેશથી ઝડપાયો, આરોપીએ ડ્રાઈવરની લાશને વાલોડ હદમાં અને ક્લીનરની લાશ પર ટ્રકનું વ્હીલ ફેરવી માંડવી હદમાં ફેંકી દીધી હતી

error: Content is protected !!