તાપી જિલ્લાના નિઝર, કુકરમુંડા અને ઉચ્છલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી પકડાયેલા વિદેશી દારૂના રૂ.૪૫.૮૭ લાખના જથ્થા ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
તારીખ ૦૮/૦૭/૨૦૨૫ નારોજ તાપી જિલ્લા ડી.વાય.એસ.પી. સહીત સબંધિત ડીપાર્ટમેન્ટ અધિકારીઓ તથા પોલીસ બંદોબસ્ત વચ્ચે નિઝરના સરવાળા ગામે આવેલા મેદાનમાં નિઝર, કુકરમુંડા અને ઉચ્છલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જુદાજુદા દારૂના ગુનામાં ઝડપાયેલી અંદાજીત ૩૮૯૦૭ નંગ દારૂની બોટલ ઉપર રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો.