Latest News Tapi: સોનગઢના નાના બંધારપાડા ગામનો ગીધમાળી ડુંગર ફરી વિવાદમાં આવ્યો, ડુંગર પર પૂજા કરવા ગયેલા આદિવાસીઓને પોલીસે અટકાવી દેવ બિરસા સેનાના અધ્યક્ષને ડિટેઇન કર્યા

સોનગઢના નાના બંધારપાડા ગામનો ગીધમાળી ડુંગર ફરી વિવાદમાં આવ્યો છે. ડુંગર પર પૂજા કરવા ગયેલા આદિવાસીઓને પોલીસે અટકાવી દેવ બિરસા સેનાના અધ્યક્ષને ડિટેઇન કર્યા છે. દાવો કરવામાં આવ્યો છે કે આદિવાસીઓ આદિકાળથી દર વર્ષે પકવેલું અનાજ આ ગીધમાળી ડુંગર પર કણી કંસરીની પૂજા કરી ચઢાવે છે ત્યારબાદમાં ઉપયોગમાં લેતા આવ્યા છે ત્યારે કેટલાક સમય પહેલા આ ડુંગર પર ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા મરિયમ માતાનું મંદિર બનાવી દેતા પરંપરાગત કણી કંસરીની પૂજા અટકવા પામી છે. ત્યારે દેવ બિરસા સેના દ્વારા રવિવારે ગીધમાળી ડુંગર પર હિજારી (એક ટોપલીમાં પકવેલું અનાજ અને પૂજાની સામગ્રી) લઈને ગીધમાળી આયા ડુંગર પર જવા આહવાન કર્યું હતું.

જોકે પોલીસે આ ગીધમાળી ડુંગરને ચુસ્તબંદોબસ્ત સાથે અભેદ કિલ્લામાં ફેરવી દીધું હતું. અને દેવ બિરસા સેનાના કાર્યકરોને જતા અટકાવ્યા હતા. આદિકાળથી પૂર્વજો દ્વારા આ ડુંગર પર કરાતી પૂજા અટકતા અને ખ્રિસ્તીઓ દ્વારા મારિયમ માતાનું મંદિર બનાવી દેતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન ગીધમાળી ડુંગર પર આદિવાસી ખ્રિસ્તી સમાજ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પ્રાર્થના કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગીધમાળી જતાં માર્ગ પર પોલીસનો કાફલો તહેનાત રાખવામાં આવ્યો હતો જેથી કોઈ અણબનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. નાના બંદરપાડા ખાતે વિવાદિત ગીધ માળી ડુંગર પર પૂજા કરવા જતા દેવ બિરસા સેનાના અધ્યક્ષ અરવિંદ વસાવાને કાકરાપાર પોલીસ મથકે અટકાવવામાં આવ્યા જ્યારે સોનગઢ પોલીસે શ્યામ ગામીત અને વિપુલ વસાવાને ડીટેઇન અટકાયત કરી છોડી મૂકવામાં આવ્યા હતા

error: Content is protected !!