Latest News Tapi : ઉકાઈના ભીમપુરા માંથી ગેરકાયદે ચાલતું ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું :પિતા-પુત્રની અટકાયત

ઉકાઈના ભીમપુરા ગામના ત્રણ પાસેથી ગેરકાયદે ચાલતું ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપી પાડવામાં તાપી પોલીસને સફળતા મળી છે. આ મામલે પિતા-પુત્રની અટકાયત કરવામાં આવી છે.

પોલીસ પ્રેસનો અનુસાર તા. ૯મી નારોજ ઉકાઈ તાલુકાના ભીમપુરા ગામના ત્રણ રસ્તા પાસે આવેલ એક મકાનના ધાબા ઉપર ગેરકાયદે ગેસ રીફીલીંગ ચાલતું હોવાની બાતમીના આધારે તાપી જિલ્લા એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ગેસ રીફીલીંગનું કૌભાંડ ચલાવતા પિતા-પુત્રને ઝડપી પાડવામાં હતા. (૧) મુકેશભાઈ રામાભાઈ ઉદમલ (ઉ.વ.૫૨) અને રાજભાઈ મુકેશભાઈ ઉદમલ (ઉ.વ.૨૮) ની અટકાયત કરી ગેસ રીફીલીંગના નાના મોટા બાટલાઓ સહિત કુલ રૂપિયા ૫૪,૯૦૦/-નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા ગુન્હેગારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Rajkot : ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ : ક્રાઇમ બ્રાન્ચની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ ચાર્જશીટ રજૂ કરાઈ, 15 આરોપી સામે એક લાખથી વધુ પાનાંની ચાર્જશીટ,15 હજારથી વધુ પાનાંના દસ્તાવેજી પુરાવા મૂકવામાં આવ્યા

error: Content is protected !!