રાજ્ય સહીત તાપી જિલ્લામાં ઓનલાઈન છેતરપીંડીના બનાવોમાં વધારો નોંધાયો છે તે એક ચિંતા જનક બાબત છે. તાપી જિલ્લામાં વધુ ચાર કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. વ્યારાનાં મુસા ગામે વાટિકા રેસિડેન્સીમાં રહેતા રમેશભાઈ ભોળાભાઈ ગેવરિયા સોસાયટીના ગેટ નજીક માધવ ગોટા એન્ડ ફરસાણ નામે દુકાન ચલાવે છે. જોકે દુકાનનાં ફર્નિચર માટે નાણાંની જરૂર હોય ગત તારીખ ૨૨ નારોજ મોબાઈલમાં ફેસબૂક એપ્લિકેશનમાં ભેજાબાજે લોન માટે બજાજ ફાઇનરી નામના છેતરામણા લોગોવાળી લોન માટે મુકેલી જાહેરાત જોઈ તેની લિન્કમાં જઈ પાનકાર્ડ, આધાર કાર્ડ સહિત પુરાવા ઉપલોડ કરતા રૂપિયા ૧,૦૮,૦૦૦/-ની લોન અપ્રુલ થઈ છે એમ કહી ભેજાબાજે ફાઈલ ચાર્જ, એનઓસી, ફરજિયાત વીમો જીએસટી સીએસટી ચાર્જના નામે કૂલ રૂપિયા ૧,૩૭,૨૧૩/-નું ટ્રાન્ઝેક્શન કરાવી લીધું હતું.
એવી જ રીતે બીજા બનાવમાં વ્યારા લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતા અને કડોદ ખાતે રેફરલ હોસ્પિટલમાં ફાર્માસીસ્ટ તરીકે નોકરી કરતા નીરવકુમાર મહેશભાઈ ચૌધરી (ઉ.વ.૩૨)ને તારીખ ૧૧ નારોજ ભેજાબાજે કોલ કરી આર્માવાળો શર્માજી બોલું છું, અગાઉ આપણે મળ્યા છે કહી વિશ્વાસમાં લઈ માંદગીના કારણે હોસ્પિટલમાં દાખલ હોય યુપીઆઈઆઈડી બંધ થયું ગયું છે એમ જણાવી રૂપિયા ૨૫,૦૦૦/-ની ક્રેડિટનો મેસેજ કરી બીજા યુપીઆઈ નંબર પર તૂટક-તૂટક રૂપિયા ૨૫,૦૦૦/- ટ્રાન્સફર કરાવી લીધા હતા.
જયારે ત્રીજા બનાવમાં નિઝર તાલુકાનાં વેલદા બજારમાં કૃષ્ણ ઓટો પાર્ટ્સ નામે ગેરેજ ચલાવતા ખુશાલ વિદ્યાનંદભાઈ શર્મા (મૂળ રહે.રાજસ્થાન)એ ગત તારીખ ૩૧ મે’ના રોજ ટેલિગ્રામ એપ્લીકશનમાં ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ મેળવા ગ્રુપ જોઈન કર્યું હતું જેમાં ફાઈવ સ્ટાર હોટલનું રીવ્યુ આપવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. જેમાં ટાસ્ક પુરા કર્યા બાદ કમિશન આપવામાં આવ્યું હતું. જોકે મળતા કમિશનની રકમ મેળવવા તેની પાસે યુપીઆઈ આઈડી મારફતે ભેજાબાજોએ રૂપિયા ૨૫,૫૬૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા.
જયારે સાયબર ફ્રોડના ચોથા બનાવમાં વ્યારાના ચાંપાવાડી ગામના દાદરી ફળીયામાં રહેતો ૩૦ વર્ષીય રીતેશકુમાર રમેશભાઈ ગામીત વ્યારા શાકભાજી માર્કેટમાં મજુરીકામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે, ગઇ તારીખ ૨૭/૦૫/૨૦૨૫ ના રોજ રીતેશકુમાર ઘરે હતો ત્યારે એક મોબાઇલ નંબર ઉપરથી સાદો કોલ આવ્યો હતો. કોલ રીસીવ કરતા જણાવેલ કે હું SBI ક્રેડીટ કાર્ડમાંથી રાહુલ શર્મા બોલું છું,હિન્દીમાં વાત કરતા જણાવેલ કે રિવોડ પોઇન્ટ ઉપયોગ કરેલ નથી તેના માટે રિવોડ પોઇન્ટનો નવો ક્રેડીટ કાર્ડ ઈસ્યુ કરવામાં આવશે તેમ જણાવતા રીતેશકુમારે ના પાડી હતી તેમછતાં તમારે નવો ક્રેડીટ કાર્ડ લેવો જ પડશે તમારા એકલા માટે નથી બધા માટે જ ક્રેડીટ કાર્ડ ઇસ્યુ થાય છે. તેમ જણાવી ફોન ચાલુ રાખ્યો હતો અને જણાવેલ કે તમારે ૩૦,૫૧૩/- રિવોડ પોઇન્ટ થાય છે, તેના માટે તમારે રિવોડ પોઇન્ટના રૂપિયામાં કન્વડ કરવા માટે તમારે મોબાઇલમાં એક ઓટીપી આવશે તે આપવા પડશે તેમ જણાવેલ બે વખત મોકલવામાં આવેલ ઓટીપી ભેજાબાજને આપવામાં આવ્યા હતા, જોકે બીજા દિવસે તારીખ ૨૯/૦૫/૨૦૨૫ ના રોજ S S ENTERPRISES DELHI ના નામે રૂ.૩૦, ૫૧૩/- ના બે જુદાજુદા ટ્રાન્જેકશન મળી કુલ રૂપિયા ૬૧,૦૨૦/- કપાઇ ગયાનો મેસેજ રિતેશકુમાર ના ફોનમાં જોવા મળ્યો હતો. જેથી રાહુલ શર્માના નંબર ઉપર સંપર્ક કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો. બનાવ અંગે રિતેશકુમારે સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ ઉપર ફોન કરી ફ્રોડ બાબતે ફરિયાદ નોંધાવી હતી.