ડોલવણમાં પત્ની, દીકરીની હત્યા બાદ પતિએ આપઘાત કર્યાનો મામલો સામે આવ્યો છે.ડોલવણ તાલુકાના વરજાખણમાં પત્ની, દીકરીને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરિવાર સાથે આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે.
મળતી માહિતી પ્રમાણે ડોલવણ તાલુકાના વરજાખણ ગામના ગામીત ફળિયામાં રહેતા 32 વર્ષીય જતીન સરમુખભાઈ પટેલે 7 વર્ષની દીકરી વિશ્વા અને 24 વર્ષીય પત્ની સૂલોચનાબેનના ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા છે.બાદમાં જતીને પોતે પણ ઘરના લોખંડની એન્ગલ સાથે નાયલોન દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી છે. ડોલવણ પોલીસે જતીન વિરૂદ્ધ ગુનો નોંધી મૃતકોના પોસ્ટ મોર્ટમની કાર્યવાહી શરૂ કરી છે.વરજાખણ ગામમાં રાત્રિના સમયે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં પુત્રી અને પત્નીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે. પુત્રી અને પત્નીની હત્યા કેમ કરી તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ પતિએ પણ આત્મહત્યા કરી લેતા પરિવાર સાથે આત્મહત્યાનું કારણ હજી અકબંધ છે.