Latest news tapi : આગામી તારીખ ૧૨ જુલાઈ નારોજ ‘રાષ્ટ્રીય લોક અદાલત’ યોજાશે

તાપી જિલ્લામાં આગામી તારીખ ૧૨ જુલાઈ, ૨૦૨૫ નારોજ ‘રાષ્ટ્રીય કાનુની સેવા’ સત્તા મંડળ, નવી દિલ્હી તથા રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના સુચન અનુસાર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, તાપીના અધ્યક્ષ અને મુખ્ય ન્યાયાધીશ પી.જી.વ્યાસના માર્ગદર્શન હેઠળ તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. જેમાં ફોજદારી, ચેક રીર્ટન, બેંક લેણા,નાણાકીય વ્યવહાર, ગેસ બીલ, મોટર અકસ્માત, લગ્ન વિષયક તકરાર સહિતના કેસો મુકી શકાશે.

તાપી જિલ્લામાં વિવિધ જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરામાં ટ્રીફિકના નિયમોના ભંગ બદલના કેસો પણ લોક અદાલતમાં મુકવામાં આવનાર છે. લોક અદાલતમાં કેસોનો નિકાલ તે બંને પક્ષકારોને લાભ કરતા છે. બંને પક્ષકારોના સમાધાનથી કેસોના નિકાલ થાય છે. લોક અદાલતમાં કોઈની હાર કે કોઈની જીત નહિ તેવી સ્થિતી ઉદભવે છે. બંને પક્ષકારો વચ્ચે કોઈ વૈમનસ્ય રહેતુ નથી. આમ, સુમેળભર્યા સંબંધો સચવાઈ રહે છે. આથી વધુમાં વધુ પક્ષકારોએ પોતાના કેસો લોક અદાલતમાં મુકી તેનો મહત્તમ લાભ લેવા દરેક નાગરીકોને જણાવવામાં આવે છે.

error: Content is protected !!