Latest News Tapi : ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨ (HSC) બોર્ડની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨ (HSC) સામાન્ય પ્રવાહની પરીક્ષા તા. ૨૬/૦૨/૨૦૨૬ થી તા. ૧૮/૦૩/૨૦૨૬ તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તા. ૨૬/૦૨/૨૦૨૬ થી તા. ૧૬/૦૩/૨૦૨૬ દરમિયાન તાપી જિલ્લાના વિવિધ નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે.પરીક્ષાર્થીઓ નિર્ભય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે અને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ખલેલ ન પહોંચે તેવા આશય સાથે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર. બોરડ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.

જાહેરનામા મુજબ, પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરના અંતરે આવેલા તમામ ઝેરોક્ષ મશીન અને ફેક્સ સેન્ટરો પરીક્ષા સમય દરમિયાન બંધ રાખવાના રહેશે. પરીક્ષા સ્થળોની આસપાસના વિસ્તારમાં લાઉડ સ્પીકર કે અન્ય અવાજ કરતા સાધનોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. પરીક્ષા કેન્દ્રની આસપાસના ૧૦૦ મીટરના ઘેરાવમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્રિત થવું નહીં.પરીક્ષા સ્થળમાં સક્ષમ અધિકારીની મંજૂરી વિના કોઈ પણ બિનઅધિકૃત વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં. પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ કે અન્ય વ્યક્તિઓએ હથિયાર, મોબાઈલ ફોન, ઇલેક્ટ્રોનિક્સ ઘડિયાળ કે અન્ય કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ લઈ જવા પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કામગીરી સાથે સંકળાયેલા ફરજ પરના સ્ટાફ સિવાયની અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરીક્ષાના પ્રારંભથી અંત સુધી આ જાહેરનામાની અમલવારી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

error: Content is protected !!