Latest news tapi : વ્યારાના ભાનાવાડી ગામેથી કારમાંથી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો

કાકરાપાર પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ સ્ટાફના માણસો તારીખ ૦૧/૦૫/૨૦૨૫ નાંરોજ ખાનગી વાહનમાં પેટ્રોલીગમાં નીકળ્યા હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે લોટરવા ફાટકથી ભાનાવાડી ગામનાં ગામીત ફળિયાની સીમમાં આવેલ સ્મશાનની નજીકથી કાર નંબર એમએચ/૪૬/બીયુ/૨૪૪૦ ઝડપી પાડી તપાસ કરતા કારના પાછળનાં ભાગે આવેલ ડીકીમાં તથા સીટ ઉપર જોતા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનાં ઈંગ્લીશ દારૂનાં કૂલ ૩૧ બોક્ષ મળી આવ્યા હતા જેમાંથી કૂલ નંગ ૮૬૪ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૭૪,૪૦૦/- હતી.

આ સાથે જ સ્થળ પરથી ઝડપાયેલ  ‘દીપકભાઈ રતનભાઈ ગામીત (રહે.ખુશાલપુરા ગામ, ગામીત ફળિયું, વ્યારા)ની વધુ પૂછ પરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો રાકેશ ઉર્ફે પકો કાળીયો સુમનભાઈ ગામીત (રહે.ખુશાલપુરા ગામ, ગામીત ફળિયું, વ્યારા)નાએ ભરી અપાવ્યો હોવાનું જણાવ્યું હતું,જેને  વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે વેગેનઆર કાર જેની કિંમત રૂપિયા ૩ લાખ, ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૭૪,૪૦૦/- અને બે નંગ મોબાઈલ તથા એક મોપેડ બાઈક મળી કૂલ રૂપિયા ૪,૧૪,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!