વ્યારાના ટીચકપુરા ત્રણ રસ્તા નવાપુર-સુરત હાઇવે ઉપરથી શુક્રવારે ઇકો ગાડીને પોલીસે અટકાવી તપાસ કરતા તેમાંથી પાસ પરમીટ વિનાનો ૧૫૭ બોટલ રૂ.૮૧૧૫૦નો દારૂના જથ્થો મળી આવ્યો હતો. દારૂનું ગેરકાયદેસર વહન કરનાર ભરતભાઈ જગદીશભાઈ વાઘ (રહે.નહેરૂ નગર લાકમાની, તા.જી.ધુલિયા-મહારાષ્ટ્ર)ને પોલીસે ઝડપી પાડી જેની પાસે મોબાઈલ અને કાર તેમજ દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા ૩૩૬૧૫૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. મહારાષ્ટ્રથી દારૂનો જથ્થો પુરો પાડનાર એમ.ડી.વાઈન શોપ નવાપુર તથા દારૂનો જથ્થો મંગાવનાર હિરેનભાઈ મહેતા(રહે.અડાજણ સ્વામી નારાયણ મંદિરની બાજુમાં સુરત)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
