Latest news tapi : પોખરણ ગામની સીમમાં ટ્રકની ટક્કરે બાઈક સવાર એકનું મોત, એક ઈજાગ્રસ્ત

સોનગઢનાં પોખરણ ગામની સીમમાં નેશન હાઈવે સોનગઢથી વ્યારા જતાં રોડ ઉપર ટ્રકની ટક્કરે બાઈક ચાલકને ઈજા પહોંચી હતી, જયારે બાઈકની પાછળ બેસેલ મહિલાનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, સોનગઢનાં રાણીઆંબા ગામનાં ટાંકી ફળિયામાં રહેતા રમેશભાઈ શાંતાભાઈ ગામીતનાંએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, તારીખ ૧૨/૦૪/૨૦૨૫ નાંરોજ રમેશભાઈનાં ભાણેજ જમાઈ અંકિતભાઈની બાઈક નંબર જીજે/૨૬/ઈ/૩૯૩૦ને પોખરણ ગામની સીમમાં નેશન હાઈવે સોનગઢથી વ્યારા જતાં રોડ ઉપર પાછળથી ટ્રકે ટક્કર મારી બાઈક સવાર બંનેને રોડ ઉપર પાડી દઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં અંકિતભાઈને બંને પગમાં ડાબા હાથમાં તેમજ કમરમાં સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જયારે બાઈક પાછળ બેસેલ રમેશભાઈની ભાણી વૈશાલીબેનને કપાળમાં, બંને હાથમાં અને બંને પગમાં તેમજ બરડામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમજ આ અકસ્માતમ સર્જી ટ્રક ચાલક સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે રમેશભાઈ ગામીતએ તારીખ ૧૩/૦૪/૨૦૨૫ નાંરોજ ટ્રક ચાલક સામે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!