Latest News Tapi: તાપી જિલ્લાના વાલોડ અને ઉચ્છલ તાલુકા માં બાગાયત ખાતા દ્વારા એક દિવસીય ખેડૂત તાલીમ યોજાઈ

નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી,તાપી દ્વારા વાલોડ તાલુકાના ગોલણ ગામ ખાતે અને ઉચ્છલ તાલુકાના માણેકપોર ગામ ખાતે સ્થાનિક પ્રાકૃતિક મોડેલ ફાર્મ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ૨૦૦ જેટલા ખેડૂતોએ તાલીમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ તાલીમમાં તાલુકા કક્ષાના બાગાયત અધિકારી તેમજ આત્મા કચેરી માંથી ઉપસ્થિત અધિકારી તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ખેડૂતો ને ‘ગ્રો મોર ફ્રુટ ક્રોપ’ કેમ્પેઈન અંતર્ગત વધુ માં વધુ ફળઝાડો વાવેતર કરવાનું આહવાન કર્યું હતું અને પ્રાકૃતિક ખેતી દ્વારા થતા લાભો ની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

error: Content is protected !!