Latest News Tapi: સમાધાન બાદ ફરી જતા અકસ્માત કરનાર સામે પોલીસમાં ફરિયાદ

વ્યારાના બાલપુર ગામના ડેબિયા ફળીયાના રહીશ ડાહ્યાભાઈ ઠગણીયાભાઈ ગામીત (ઉ.વ.૭૦) તા.૦૪-૦૨-૨૦૨૬ના રોજ સાંજે ગામમાં આવેલી દૂધ ડેરી ઉપર દૂધ ભરવા ગયા હતા, ત્યાંથી પરત ફરતી વખતે બાલપુર-કપડવણ રસ્તા ઉપર મંદિર ફળીયાની ચોકડી પાસે એક મોટરસાયકલના ચાલકે અડફેટમાં લેતા ડાહ્યાભાઈને પગમાં ફ્રેકચર તથા શરીરે નાની-મોટી ઈજા થઈ હતી, જયારે મોટરસાયકલ ચાલક હરીશ ચેમા ગામીત (રહે.બાલપુર ડેબિયા ફળીયા)ને પણ ઈજા થઈ હતી. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે વ્યારા ખસેડવામાં આવ્યા હતા. બાલપુર ગામના એક જ ફળીયાના બંને રહીશો હોવાથી જે તે સમયે ખર્ચ આપવા મુદ્દે સમાધાન થયું હતું, પરંતુ ત્યારબાદ ફરી જતા આખરે અકસ્માત કરનાર મોટરસાયકલ ચાલક સામે પોલીસ મથકે ભરત ડાહ્યા ગામીતે ફરિયાદ કરી હતી.

error: Content is protected !!