Latest news tapi : ઉચ્છલ અને નીઝરમાં વરલી મટકા જુગારના અડ્ડા પર પોલીસ રેડ

ઉચ્છલનાં નારણપુર ગામેથી જુગાર રમાડનાર એક ઝડપી પાડ્યો હતો જયારે નિઝરના ગામડી ગામેથી પણ વરલી મટકાના આંકો પર જુગાર રમાડનાર એકને ઝડપાયો છે.

મળતી માહિતી માહિતી પ્રમાણે  મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૬-૦૭-૨૦૨૫ નારોજ નારણપુર ગામે સાવરપાડા ફળિયામાંથી મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડા ઉપર જુગાર રમાડતા વસંતભાઈ ઈંદાભાઈ વસાવા (રહે.નારાયણપુર ગામ, સાવરપાડા ફળિયુ, ઉચ્છલ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો જેમાં આંકો લખેલ પાના, બોલપેન તથા કોરી કાપીઓ અને રોકડ રૂપિયા કબ્જે કર્યો હતો. જયારે જુગારના રેડના બીજા બનાવમાં નિઝર પોલીસ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૮-૦૭-૨૦૨૫ નારોજ કેસરપાડા ચોકી પાસે (ગામડી) ગામે જતા રસ્તા પાસેથી વરલી મટકા જુગારના ધંધા પર રેડ કરવામાં આવી હતી, જોકે પોલીસે રેડ જોઈ કેટલાક ઈસમો નાસી છુટ્યા હતા. જોકે તેઓની સાથે બેસેલ રાકેશભાઇ રામસિંહભાઈ વળવી (ઉ.વ.૪૫., રહે.લક્ષ્મીખેડા ગામ, હનુમાન મંદિર ફળીયું, તા.નિઝર)ને ઝડપી પાડી તપાસ હાથ ધરતા ઈસમના હાથમાંથી મુંબઈ મિલન તથા કલ્યાણ બજારથી નિકળતા આંકો લખેલ બે કોરા કાગળની કાપલી તથા બોલપેન તથા જુદા જુદા દરની ચલણી નોટો અને રોકડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

error: Content is protected !!