Latest news tapi : ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં મતદારોએ માન્ય ઓળખપત્ર સાથે મતદાન કરવા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સૂચના

તાપી જિલ્લાની ગ્રામ પંચાયતો માટે આગામી ૨૨મી જૂન, ૨૦૨૫ ના રોજ યોજાનાર સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયામાં મતદારોએ ઓળખ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ફોટો ઓળખપત્ર (EPIC) ફરજિયાત રજૂ કરવાનું રહેશે.

જો મતદારે કોઇ કારણસર પોતાનું EPIC કાર્ડ રજૂ ન કરી શકે, તો રાજ્ય ચૂંટણી આયોગના તા. ૨૬/૧૧/૨૦૧૬ના આદેશ મુજબ નીચેના ૧૪ દસ્તાવેજો પૈકી કોઈપણ એક માન્ય ઓળખ તરીકે રજૂ કરી શકે છે.જેમાં ફોટા સાથેનો પાસપોર્ટ,ફોટા સાથેનું ડ્રાઈવીંગ લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ),ફોટા સાથેનું ઈન્કમટેક્ષ (PAN) ઓળખકાર્ડ,રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેનાં ઓળખકાર્ડ,પબ્લીક સેક્ટર બેન્કો અને પોસ્ટ ઓફિસો તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલ),અનુસૂચિત જાતિ/ અનુસૂચિત આદિજાતિ/ અન્ય પછાતવર્ગ (OBC) નું સક્ષમ અધિકારીનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલ),ફોટા સાથેના પેન્શન પ્રમાણપત્રો જેવા કે, માજી સૈનિકોની પેન્શન બુક/ પેન્શન પેમેન્ટ ઓર્ડર/ માજી સૈનિકની વિધવા/ આશ્રિતોના પ્રમાણપત્રો/ મોટી ઉંમરની વ્યક્તિના પેન્શન ઓર્ડર, વિધવા પેન્શન ઓર્ડર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલ),કેન્દ્ર સરકાર/ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતા સૈનિકનાં ફોટા સાથેના ઓળખ કાર્ડ,ફોટો સાથેના હથિયારોના લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલ),

સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ વિકલાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલ),રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહંધરી યોજના (MNREGS) હેઠળ આપવામાં આવેલ ફોટાસાથેના જોબ કાર્ડ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલ),કર્મચારી રાજ્ય વીમા યોજના (ESI) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેનું ઓળખકાર્ડ,(ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલ),નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) સ્કીમ હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ,UIDAI દ્વારા આપવામાં આવેલ “આધાર” કાર્ડ જેવા પુરાવા માન્ય ગણાશે.જેની તમમા નાગરિકોએ નોંધ લેવી.જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી તંત્ર દ્વારા તાપી જિલ્લાના તમામ મતદારોને અનુરોધ કરાયો છે કે તેઓ પોતાના ઓળખપત્ર સાથે મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર આવે અને લોકશાહીના પવિત્ર ઉત્સવમાં ભાગ ભજવે.

Salute Tapi Police : રજનીકાંતના મુવી તથા બોલીવુડ ફિલ્મમાં રોલ આપવાની લાલચ આપી, સુરેશકુમાર કાસ્ટીંગના નામથી ફ્રોડ કરનાર સાયબર ઠગને ઝડપી પાડ્યો, દેશભરના અલગ અલગ રાજ્યોના દસ જેટલા ગુનાઓમાં પણ વોન્ટેડ હતો

error: Content is protected !!