Latest news tapi : ટેન્કર ચાલકે એસ.ટી બસને ટક્કર મારી , બસ ચાલક સહીત આઠ લોકોને ઈજા

ઉચ્છલનાં પટેલ ફળિયામાં દેવમોગરા સરકારી કોલેજ બસ સ્ટોપ ચાર રસ્તા પાસે ઉચ્છલ-નિઝર રોડ સ્ટેટ હાઈવે રોડ ઉપર એસ.ટી. બસને એક દુધ ભરેલ ટેન્કરે સામેથી અથડાવી દઈ બસને નુકશાન પહોચાડવાની સાથે બસ ડ્રાઈવર સહીત બસમાં સવાર સાત પેસેન્જરને પણ શરીરે નાની મોટી ઈજા પહોંચી હતી. બનાવ અંગે બસ ડ્રાઈવરે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં અગાસવાણ ગામનાં ગોપાળભાઈનું ફળિયામાં રહેતા સતીષભાઈ માણેકભાઈ ગામીત (ઉ.વ.૫૦)નાંઓ છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાત એસ.ટી. નિગમમાં ડ્રાઈવર તરીકે નોકરી કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે ગત તારીખ ૨૨/૦૬/૨૦૨૫ નાંરોજ એસ.ટી બસ નંબર જીજે/૧૮/ઝેડ/૯૭૩૭માંથી ઉચ્છલનાં પટેલ ફળિયામાં દેવમોગરા સરકારી કોલેજ બસ સ્ટોપ ચાર રસ્તા પાસે ઉચ્છલ-નિઝર રોડ સ્ટેટ હાઈવે રોડ ઉપર પેસન્જર ઉતારતા તેમજ ચઢતા હતા. તે સમયે એક દુધ ભરેલ ટાટા સીગ્ના ટેન્કર નંબર જીજે/૨૧/વાય/૮૮૮૦નો ચાલક અનીલકુમાર રાકેશભાઈ મૌયા (રહે.મહાલક્ષ્મી રેસીડન્સી, ભરફ ફેક્ટરીની નજીક, સચિન,સુરત)નાએ તેના કબજાનું ટેન્કર હંકારી લાવી એસ.ટી બસને સામેથી જોરથી અથડાવી દઈ અકસ્માત સર્જાયો હતો.

જોકે આ અકસ્માતમાં બસની સામેનો મેઈન કાચ તેમજ બસના આગળના ભાગે નુકશાન પહોંચાડ્યું હતું તેમજ બસ ડ્રાઈવર સતીષભાને શરીરે મૂઢ ઈજા પહોંચાડી હતી તથા બસમાં બેસેલ પેસેન્જર જેમાં ગણેશભાઈ રેશાભાઈ વળવી (ઉ.વ.૪૫., રહે.રૂમકીતળાવ ગામ, તા.નિઝર, જિ.તાપી), ચંદાબેન વિરૂભાઈ પાડવી (ઉ.વ.૪૨., રહે.વેલ્દા ગામ, આંબેડકર નગર, તા.નિઝર, જિ.તાપી), ઉષાબેન યોગેશભાઈ પાડવી (ઉ.વ.૩૫., રહે.વેલ્દા ગામ, જલારામ નગર ફળીયું, તા.નિઝર, જિ.તાપી), જોતનાબેન મુકેશભાઈ વળવી (ઉ.વ.૪૨., રહે.બોરઠા ગામ, નિશાળ કૃમિયું, તા.નિઝર, જિ.તાપી), પ્રિતમભાઈ કિશનભાઈ ગાવીત (ઉ.વ.૨૪., રહે.ઉમરગાંવ, તા.જિ. નંદુરબાર, મહારાષ્ટ્ર), વિદ્યાબેન પ્રિતમભાઈ ગાવીત (ઉ.વ.૨૪., રહે.રહે.ઉમરગાંવ, તા.જિ. નંદુરબાર, મહારાષ્ટ્ર), અને સતીપાબેન વિપુલભાઈ વસાવા (ઉ.વ.૨૫., રહે.ટોકરવા ગામ, મોટુ ફળિયું, ઉચ્છલ, જિ.તાપી)નાઓને પણ શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે એસ.ટી. બસનાં ડ્રાઈવર સતીષભાઈ ગામીત નાંએ ટેન્કર ચાલક સામે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!