Latest news tapi : વડકુઈ-વાસકૂઈ-નાનીચેર રોડના કામચલાઉ ડાયવર્ઝન બંધ કરી વૈકલ્પિક માર્ગ માટેનું જાહેરનામું બહાર પડાયું

કાર્યપાલક ઇજનેર શ્રી મા.અને મ. પંચાયત વિભાગ તાપી દ્વારા વડકુઈ વાસકુઈ નાનીચેર રોડ વ્યારા તાલુકાના રસ્તા પર લોકલ ખાડી પરના હયાત કોઝવેના સ્થાને માઇનોર બ્રિજ બનાવવાનું કામ શરૂ છે જેના માટે કામચલાઉ ડાયવર્ઝન ચોમાસામાં ઉપયોગમાં ન લઈ શકાય તેમ હોવાથી આ રસ્તો બંધ કરી વ્યારા જવા માટે ૧) વડકુઈ-ડુંગળી ફળિયા પંચાયત ઘરથી લીમડદા સુધીનો ડામર રસ્તો ૨) લીમડદા વડકુઈ રોડ પરથી ડાયવર્ઝન કરવા માટેની દરખાસ્તને આધારે તેમજ પોલીસ અધિક્ષક અને પ્રાંત અધિકારીશ્રીના અભિપ્રાયને આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.આર. બોરડ દ્વારા વડકુઈ વાસકુઈ નાનીચેર રોડ પરના કામચલાઉ ડાયવર્ઝન બંધ કરી તેના બદલે ઉપર જણાવેલા ૨ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું ૧૫/૦૯/૨૨૫ સુધી અમલમાં રહેશે. આથી તાપી જિલ્લામાં હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના અધિકારી આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર સામે પો. અ. ૧૯૫૧ ની કલમ–૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર બનશે.

error: Content is protected !!