Latest news tapi : નિઝર તાલુકાના સાયલા ખનોરાથી નવી ભીલભવાલી રોડ પર કામચલાઉ ડાયવર્ઝન બંધ કરી વૈકલ્પિક માર્ગ માટેનું જાહેરનામું બહાર પડાયુ

કાર્યપાલક ઇજનેર શ્રી મા. અને મ. પંચાયત વિભાગ તાપી દ્વારા કન્સ્ટ્રક્શન ઓફ સાયલા ખનોરાથી નવી ભીલભવાલી તાલુકો-નિઝર, જીલ્લો-તાપી પર ચોમાસાની સિઝનમાં લોકલ ખાડીનું પૂર તેમજ પાણી મોટા પ્રમાણમાં આવતું હોય જેના માટે કામચલાઉ ડાયવર્ઝન ચોમાસામાં ઉપયોગમાં ન લઈ શકાય તેમ હોવાથી આ રસ્તો બંધ કરી જિલ્લા મથક જવા માટે વૈકલ્પિક રસ્તા તરીકે નાસરપુર એપ્રોચ રોડ પરથી ડાયવર્ઝન કરવા માટેની દરખાસ્તને આધારે તેમજ પોલીસ અધિક્ષક અને પ્રાંત અધિકારીશ્રી, નિઝરના અભિપ્રાયને આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.આર. બોરડ દ્વારા ઉપરોક્ત કામચલાઉ ડાયવર્ઝન બંધ કરી તેના બદલે ઉપર જણાવેલા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું ૧૫/૦૯/૨૨૫ સુધી અમલમાં રહેશે. આથી તાપી જિલ્લામાં હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના અધિકારી આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર સામે પો. અ. ૧૯૫૧ ની કલમ–૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર બનશે.

Salute Tapi Police : રજનીકાંતના મુવી તથા બોલીવુડ ફિલ્મમાં રોલ આપવાની લાલચ આપી, સુરેશકુમાર કાસ્ટીંગના નામથી ફ્રોડ કરનાર સાયબર ઠગને ઝડપી પાડ્યો, દેશભરના અલગ અલગ રાજ્યોના દસ જેટલા ગુનાઓમાં પણ વોન્ટેડ હતો

error: Content is protected !!