વ્યારા નગરની ૧૭ વર્ષીય સગીરાને ઘરેથી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઈ અપહરણ કરનાર યુ.પી.ના ઈસમને તાપી જિલ્લા લોકલ ક્રાંઈમ બ્રાંચએ ઝડપી પાડયો હતો. જોકે ગુન્હો નવ વર્ષ અગાઉ બન્યો હતો. નગરની ૧૭ વર્ષીય સગીરાને યુ.પી.નો યુવક ગત તારીખ ૧૫-૧૦-૨૦૧૬ની રાત્રિએ લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગુન્હો કર્યાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે દાખલ થઈ હતી.
પોલીસ અધિક્ષક તાપીની સુચના મુજબ તારીખ ૨૫/૦૬/૨૦૨૫ નારોજ પેરોલ સ્કોર્ડ તાપી અને એલ.સી.બી. તાપીએ ગુન્હામાં ભોગ બનનાર તથા આરોપી સંજય ઈન્દ્રમણી વિશ્વકર્મા (હાલ ઉ.વ.૩૧., રહે.મળુ ભાવથરગામ, થાના-દુર્ગાગંજ, તા.જી.ભદોહી, ઉત્તરપ્રદેશ)ને શોધી કાઢી આગળની કાર્યવાહી માટે વ્યારા પોલીસને સોંપવામાં આવ્યા હતા.