Latest news tapi : ચોરીની બાઈક સાથે ત્રણ ઝડપાયા

વ્યારાનાં જુના બસ સ્ટેશન પાસે એક સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે/૦૫/એમવી/૮૨૧૮ પર ત્રણ  ઈસમો આવતાં તેમને અટકાવાયા હતા. ત્યારબાદ બાઈક પર સવાર ત્રણેયનાં નામ પૂછતા સાહીલશા અરમાનશા ફકીર, સમીર હશનશા ફકીર અને ફૈઝલ શેરખાન પઠાણ હોવાનું જાણવા મળ્યું હતું તેમજ આ ત્રણેય ઈસમો વ્યારાનાં રહેવાસી છે. તેમજ બાઈકનાં દસ્તાવેજોની માંગણી કરતા તેઓ પાસે કોઈ પુરાવા ન હતા અને આ બાઈક ચોરીની હોવાનું જણાતા પોલીસે તેને બાઈક જેની કિંમત રૂપિયા ૧૫ હજાર છે તે કબ્જે લીધી હતી. આમ, ત્રણેય ઈસમોની તારીખ ૧૦/૦૫/૨૦૨૫ નારોજ બપોરનાં સમયે અટક કરવામાં આવ્યા હતા તથા પુછપરછ દરમિયાન તેમણે બાઈક ઉધનામાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

error: Content is protected !!