Latest News Tapi : વ્યારા નજીક ૧૬ ભેંસો ભરેલી ટ્રક ઝડપાઈ: બે આરોપીની ધરપકડ

વ્યારા તાલુકાના વીરપુર ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે-૫૩ પર ભારત પેટ્રોલપંપ પાસે ગૌરક્ષકોની સતર્કતાના કારણે પશુ ક્રૂરતાનો એક મામલો સામે આવ્યો છે. પોલીસે ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વક પશુઓનું વહન કરતી એક ટ્રક ઝડપી પાડી કુલ રૂ.૮.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને બે શખ્સોની ધરપકડ કરી છે.મળતી માહિતી પ્રમાણે ગૌરક્ષકોએ હાઈવે પરથી પસાર થતી એક ટાટા ટ્રક ને રોકીને પોલીસને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ટ્રકની અંદર તાડપત્રી પાછળ અત્યંત ખીચોખીચ અને ટૂંકી દોરી વડે ક્રૂરતાપૂર્વક બાંધેલી ૧૬ ભેંસો મળી આવી હતી. આ પશુઓ માટે ઘાસચારા, પાણી કે સારવારની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નહોતી, તેમજ સક્ષમ અધિકારી કે વેટરનરી ઓફિસરનું કોઈ પ્રમાણપત્ર પણ રાખવામાં આવ્યું નહોતું.

આ મામલે નદીમ ગફારભાઈ મનીયાર (ઉં.વ.૪૬,ડ્રાઈવર) અને અરબાજખાન અકબરખાન પઠાણ (ઉં.વ.૨૪, ક્લીનર)-બંને રહે.સેલંબા, તા.સાગબારા, જિ.નર્મદા. નાઓની અટકાયત કરવામાં આવી છે.જયારે ઈલીયાસભાઈ યુસુફભાઈ કડીવાલા (રહે.જબુગામ, તા.વાલિયા, જિ.ભરૂચ), જેણે આ ભેંસો ભરાવી આપી હતી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે રૂ.૩,૨૦,૦૦૦ ની કિંમતની ૧૬ ભેંસો અને રૂ.૫,૦૦,૦૦૦ ની કિંમતની ટ્રક મળી કુલ રૂ.૮,૨૦,૦૦૦ નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.વ્યારા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!