Latest news tapi : ઉચ્છલ ત્રણ રસ્તા પાસેથી પ્રોહીબીશનનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી પકડાયો

તાપી જિલ્લાનાં કાકરાપાર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુન્હામાં સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઉચ્છલ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફના માણસો ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ સંયુકત બાતમી આધારે, ઉચ્છલ ત્રણ રસ્તા પાસેથી કાકરાપાર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુન્હામાં સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી શાહરૂખ યુનુશ ખાટીક (રહે.લખાલી પાર્ક સોસાયટી, એમ.આઈ.ડી.સી રોડ નવાપુર તા.નવાપુર.જી.નંદુરબાર, મહારાષ્ટ્ર)નાને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી સારૂ ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.

error: Content is protected !!