સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારના એક મહિલા દ્વારા 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જણાવવામાં આવેલ કે તેમની અજાણ્યા વ્યક્તિ દ્વારા છેડતી થઇ છે પોતે વિધવા છે એકલા રહે છે જેથી મદદની જરૂર છે. કોલ મળતા જ તાત્કાલિક 181 અભયમ મહિલા હેલ્પલાઇન તાપી ટીમ સ્થળ પર પહોચી હતી.
તાપી મહિલા હેલ્પલાઇનની ટીમ પાસેથી મળતી માહિતી પ્રમાણે ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તમામ હકીકત જાણી તો જાણવા મળેલ કે તેઓ વિધવા છે જેથી ગામના ચાર રસ્તા પર પોતાની નાની એક દુકાન ચલાવે છે જેમાંથી જે આવક આવે તેમાંથી ગુજરાન ચલાવે છે અને એ દુકાનમા જ રહે છે. ગામના લોકો તેમજ રસ્તે અવરજવર કરતા લોકો ખરીદી માટે આવે છે. કાયમ તે જ રસ્તા પરથી આવતા જતા દુકાને આવતા એક અજાણ્યા વ્યક્તિએ રાત્રીના સમયે પીડિત મહિલા સુતા હતા એ સમયે અચાનક નશાની હાલતમાં ઘરમાં આવી ગયા અને પીડિતા સાથે જબરદસ્તી કરવાના પ્રયત્નો કર્યા,પીડિતાનું ગળું દબાવી દીધું અને પીડિતા એ છોડાવવા પ્રયત્નો કર્યા તો હાથ ચાલાકી કરી હતી.દરમિયાન પીડિતા એ બુમાબુમ કરી તો આજુબાજુથી લોકો આવી ગયા તો એ વ્યક્તિ ભાગી ગયા અને પીડીતાને ધમકી આપીને ગયા હતા.જેથી પીડિતાએ મદદ માંગેલ. સ્થળ પર તમામ હકીકત જાણ્યા બાદ પીડિતા એ જણાવેલ કે એ વ્યક્તિ ભાગી ગયો છે જેથી તેમને પોલીસ કાર્યવાહી વિશે માહિતી આપી પીડિતા પોલીસ કાર્યવાહી કરવા માંગે છે જેથી સોનગઢ પોલીસ સ્ટેશનમાં અરજી અપાવી હોવાનું જાણવા મળ્યું છે.