વ્યારાના ડોલારા ગામના વ્યારા જતાં રોડ ઉપર ડોલારા ગામની સીમમાં રિક્ષા અડફેટે મોપેડ બાઈક સવાર કપુરા ગામનાં યુવકને ગંભીર ઈજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારાનાં કપુરા ગામનાં પટેલ ફળિયામાં રહેતો ઋતિક ઈલેશભાઈ ગામીત (ઉ.વ.19)નો તારીખ 25/03/2025 નારોજ પોતાના કબ્જાની મોપેડ બાઈક નંબર GJ/26/AH/5320ને લઈ ડોલારા વ્યારા જતાં રોડ ઉપર ડોલારા ગામની સીમમાંથી પસાર થતો હતો.
તે દરમિયાન ડોલારા ગામ પાસે કોઈ અજાણ્યા રિક્ષા ચાલકે પોતાના કબ્જાની રિક્ષા પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ઋતિકની મોપેડ બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ઋતિકને માથાનાં ભાગે તથા હાથનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી ઋતિકને પહેલા સારવાર માટે વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે સુરત યુનિક હોસ્પિટલ ખટોદરા સુરત શહેર ખાતે વધુ સારવાર દરમિયાન ઋતિકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ઈલેશભાઈ સુક્કરભાઈ ગામીત નાએ અજાણ્યા રિક્ષા ચાલક સામે તારીખ 27/03/2025 નારોજ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.