Latest News : બીલીમોરામાં ઘર આંગણે પાર્ક કરેલી મોટરસાયકલની ચોરી: અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ

બીલીમોરા શહેરની આનંદબાગ સોસાયટીમાં ઘર આંગણે પાર્ક કરેલી મોટરસાયકલની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ અંગે બીલીમોરા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે ફરિયાદી ચિરાગભાઈ જગદીશભાઈ ગાંધી, જેઓ વ્યવસાયે ખાનગી નોકરી કરે છે અને આનંદબાગ સોસાયટીના ‘હરિ કુટીર’ મકાનમાં રહે છે, તેમની હીરો કંપનીની પેશન પ્રો મોટરસાયકલ રજી. નંબર જીજે/૨૧/બીકે/૯૫૯૩ ગત તારીખ ૧૩/૦૫/૨૦૨૬ ના રોજ ઘરની બહારથી ચોરાઈ ગઈ હતી. ફરિયાદ મુજબ, ચિરાગભાઈ તારીખ ૧૨ મેની રાત્રે મિત્ર સાથે ફરીને આવ્યા બાદ પોતાની મોટરસાયકલ સ્ટીયરિંગ લોક કરીને ઘરની બહાર પાર્ક કરી હતી. બીજા દિવસે સવારે જાગીને જોતા મોટરસાયકલ ત્યાં જોવા મળી ન હતી. આસપાસના વિસ્તારમાં અને મિત્રો દ્વારા શોધખોળ કરવા છતાં બાઇકનો કોઈ પત્તો ન લાગતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અજાણ્યા તસ્કરે ડુપ્લીકેટ ચાવી વડે અથવા લોક તોડીને બાઇકની ચોરી કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. પોલીસ હાલ આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને અન્ય બાતમીદારોની મદદથી ચોરની શોધખોળ કરી રહી છે.

error: Content is protected !!