Latest news : યાત્રાધામ પાવાગઢ ખાતે ગુડ્સ રોપવે તૂટી પડતા 6 લોકોના કરુણ મોત

પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે એક અત્યંત દુઃખદ ઘટના બની છે. મંદિરના બાંધકામ માટે સામાન ઉપર ચઢાવવા માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપવે તૂટી પડતા 6 લોકોના કરુણ મોત થયા છે.આ દુર્ઘટનામાં બે લિફ્ટ ઓપરેટર, બે શ્રમિકો અને બે સામાન્ય નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનાએ સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.

દુર્ઘટનામાં જીવ ગુમાવનાર છ લોકોમાં વિવિધ રાજ્યોના નાગરિકોનો સમાવેશ થાય છે. રાજસ્થાનના રહેવાસી અન્નાજી ઉર્ફે ભૈરવલાલ રતિલાલ જાટ, જમ્મુ-કાશ્મીરના બે રોપવે ઓપરેટર મહમદ અનવર મહમદ શરીફખાન અને બળવંતસિંહ ધનીરામ. આ ઉપરાંત, સ્થાનિક રહેવાસીઓ પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે જેમાં બોડેલીના મોતીપુરા ગામના મંદિર સિક્યુરિટી દિલીપસિંહ નવલસિંહ કોળી, જૂની બોડેલીના અન્નક્ષેત્રના સેવક હિતેષભાઈ હસમુખભાઈ બારીઆ અને સુરેશભાઈ રાયજીભાઈ માળી નો સમાવેશ થાય છે. આ ઘટના બાદ, વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ અને સ્થાનિક તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

error: Content is protected !!