Latest news valsad : સગર્ભા મહિલાને સિવિલમાં લાવતી વેળા રસ્તામાં જ ૧૦૮ની ટીમે પ્રસુતિ કરાવી માતા-બાળકનો જીવ બચાવ્યો

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની CHCમાં આવેલી મહિલા દર્દી કાંતાબેન વિષ્ણુભાઈને પ્રેગનેન્સીનો દુખાવો ઉપડ્યો હતો જેઓ હાઈરિસ્ક કેટેગરીમાં હોવાથી ડો.હિનલબેને ૧૦૮ને કૉલ કર્યો હતો, કૉલ મળતાની સાથે જ ચાવશાળા ૧૦૮ના ઈએમટી રવીન્દ્ર વણકર અને પાયલોટ હીરાભાઈ મૌવલે સીએચસી કપરાડા ખાતે પહોંચી જઈ મહિલાને એમ્બ્યુલન્સમાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં લાવવા રવાના થયા હતા.

 

દર્દીને ત્યાંથી વલસાડ લાવતી વેળા અડધા રસ્તે પ્રેગ્નન્સીનો અસહ્ય દુઃખાવો ઉપડયો હોવાથી ત્યાં જ ૧૦૮ના ઈએમટી રવિન્દ્ર વણકર અને તેમની ટીમને એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. માતાનું વજન ઓછુ હોવાથી ડીલિવરીમાં થોડી તકલીફ પડી હતી પરતું સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી.

ડિલિવરી થયા પછી તરત જ ઈએમટી રવીન્દ્ર વણકરે ૧૦૮ની હેડ ઓફિસમાં ડોક્ટર પરમાર સાથે કોન્ફરન્સ કરી તેમના માર્ગદર્શન હેઠળ દર્દીને જરૂરી ઇન્જેક્શન ઓક્સીટોસિન અને અન્ય સારવાર આપી માતા અને બાળકને સહી સલામત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરિવારજનોએ  રાજ્ય સરકારની ૧૦૮ સેવાનો આભાર માન્યો હતો.

error: Content is protected !!