Latest news: સુરત શહેરમાં જૂની અદાવતમાં યુવકની હત્યા ! બાળકિશોર સહિત 3 આરોપીની ધરપકડ, અન્ય ત્રણની શોધખોળ શરુ

સુરત શહેરના સચિન વિસ્તારમાં થોડા દિવસ અગાઉ યુવકનો મોબાઈલ ચોરી થવા બાબતે અન્ય યુવક સાથે ઝઘડો થયો હતો. જેમાં એક યુવકે તેને માર માર્યો હતો. આ વાતની અદાવત રાખી માર ખાનાર યુવક તેના મિત્રો સાથે સચિન નવસારી મેઈન રોડ પર આવેલા સૌરાષ્ટ્ર લેઉવા પટેલ પાટીદાર સેવા સમાજની વાડી પાસે પહોંચી ગયા હતા અને જે યુવકને તેને માર્યો હતો તેને ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી નાખી હતી.જેથી આખરે મૃતકની પત્નીએ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ 6 ઈસમો સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ સુરત શહેરના સચિન વિસ્તારમાં આસોપાલવ સોસાયટીની બાજુમાં આવેલા બિલ્ડીંગમાં વસવાટ કરતા વિપિન ઉર્ફે કાળું મદનસિંહનો થોડા દિવસ અગાઉ એક બાલકિશોર અને અયાન નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર અને અયાનના મિત્રોનો મોબાઈલ ચોરી થયા બાદ તેઓએ વીપીનભાઈ સાથે ઝઘડો કરતા વિપીનભાઈએ બંનેને માર માર્યો હતો. આ વાતની અદાવત રાખી બાલકિશોર તથા આયાત અને રાજીવ નામના ઈસમો સાથે અન્ય ત્રણ ઈસમો પણ બદલો લેવાનો નક્કી કર્યું હતું. ગત તારીખ 10 ઓગસ્ટના રોજ બપોરે 3.30 વાગ્યાના અરસામાં વિપિન ઉર્ફે કાળું સચિન નવસારી મેઈન રોડ પર શિવ દર્શન કોમ્પલેક્ષની બાજુમાં આવેલા સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સેવા સમાજની વાડી પાસે તેના મિત્ર અમનસિંહ સાથે બેઠો હતો. ત્યારે બાળકિશોર, રાજીક, અયાન અને તેની સાથે અન્ય ત્રણ ત્યાં આવી ગયા હતા અને તે મારા મિત્ર બાળકિશોરને કેમ માર માર્યો છે તેમ કહીને તેને ધમકાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ વિપિનના મિત્રો અમનસિંહને પકડી રાખી તમામે ભેગા મળી તેમણે લાકડાના ફટકા મૂકીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ બાળકિશોર અને રાજીક અને તેની સાથેના અન્ય બે લોકોએ ભેગા મળી પોતાની પાસેનું ચપ્પુ કાઢીને જાંઘમાં તથા ગુદાના ભાગે ઉપરાછાપરી ઘા મારી તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. બનાવને પગલે આખરે વિપીનની પત્નીએ સચિન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે હત્યાનો ગુનો નોંધી બાળકિશોર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે અને અન્ય ત્રણની પણ શોધખોળ હાથ ધરી છે.

error: Content is protected !!