નવસારી જિલ્લામાં રક્ષાબંધનના દિવસે પણ દારૂનો ધંધો બેધડક? Instagram રીલથી ‘દારૂ ટ્રાન્સફર’ના આક્ષેપો ચર્ચામાં

નવસારી: ગુજરાતમાં કડક દારૂબંધી હોવાના દાવાઓ વચ્ચે નવસારી જિલ્લાના ઉંભરાટ ગામમાંથી ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે. રક્ષાબંધનના દિવસે પણ દારૂની ‘ટ્રાન્સફર’ની સુવિધા ચાલુ હોવાનો દાવો કરતી એક જાગૃત નાગરિકની Instagram ID bhaveshpatel.patel પરથી રીલ વાયરલ થઈ છે.

દારૂબંધીના કાયદા વચ્ચે જો આવા આક્ષેપો સાચા હોય તો તે પોલીસ તંત્રની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉભા કરે છે. સમગ્ર મામલે પોલીસ તંત્ર દ્વારા રીલમાં કરાયેલા દાવાઓની તટસ્થ તપાસ કરી હકીકત બહાર લાવવામાં આવે તે જરૂરી બન્યું છે.

error: Content is protected !!