સોનગઢ રેલ્વે કોલોની નજીક આવેલ બ્લાસ સાઈડીંગ રૂમમાંથી એક અજાણ્યા ૫૫ વર્ષીય પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સુરત રેલ્વે પોલીસ દ્વારા મરનારના વાલીવારસોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
રેલ્વે સુત્રો પાસેથી ઘટનાની મળતી વિગત મુજબ, ગત તારીખ ૨૭/૦૨/૨૦૨૬ના રોજ સાંજે ૬:૨૦ વાગ્યા પહેલા સોનગઢ રેલ્વે કોલોની પાસેના એક રૂમમાં આ અજાણ્યો પુરુષ મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મરનારનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાનું જણાય છે, જોકે લાશ ડિકમ્પોઝ (કોહવાયેલી) હાલતમાં મળી આવી હતી. સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. પાંડુરંગ જાન્યાભાઈ (બ.ન-૮૫૩) આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે. મોબાઈલ નંબર ૯૫૮૬૯૦૬૮૩૩ સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. જો કોઈને આ વર્ણન ધરાવતી વ્યક્તિ વિશે માહિતી હોય તો સુરત રેલ્વે પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
મરનારનું વર્ણન : (૧) ઉંમર આશરે ૫૫ વર્ષ (૨) દેખાવ આશરે ૫ ફૂટ ૫ ઇંચ ઊંચાઈ, મજબૂત બાંધો અને ઘઉંવર્ણો રંગ (૩) આછા સફેદ કલરનું આખી બાયનું શર્ટ, સફેદ બનીયાન, ભૂરા કલરનો પેન્ટ અને ભૂરા કલરનો જાંઘીયો પહેરેલ છે.





