Local News : બારડોલીના મોતાગામમાંથી GEB ના વાયરોની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ: રૂ.૩,૯૯ લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત ગ્રામ્ય LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે બાતમીના આધારે ઓપરેશન પાર પાડી, બારડોલી તાલુકાના મોતાગામની સીમમાંથી જી.ઈ.બી. ના એલ્યુમિનિયમ વાયરોની ચોરી કરનારા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના વાયરો અને ટેમ્પો મળી કુલ રૂ.૩,૯૯,૭૨૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના મુજબ મિલકત સબંધી ગુનાઓ અટકાવવા માટે એલ.સી.બી. પી.આઈ. આર.બી. ભટોળના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી. તે દરમિયાન એ.એન. ચૌહાણ અને તેમની ટીમને બાતમી મળી હતી કે, શબીર મોહમદ નામનો શખ્સ તેના માણસો સાથે ચોરીના વાયરો ભરીને મહિન્દ્રા પિકઅપ ટેમ્પો નંબર જીજે/૧૬/એડબ્લ્યુ/૬૮૧૯ માં સેવણી તરફથી કોસમાડી પાટિયા બાજુ આવી રહ્યો છે. દરમિયાન પોલીસે કોસમાડી પાટિયા પાસે વોચ ગોઠવી ટેમ્પોને અટકાવતા તેમાંથી ૯૭૦ કિલોગ્રામ એલ્યુમિનિયમ વાયરો મળી આવ્યા હતા. પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે આ વાયરો તેઓએ મોતાગામ પાસે આવેલ ગોકુલફાર્મની બાજુમાં આવેલા જી.ઈ.બી. ના કમ્પાઉન્ડમાંથી ચોરી કર્યા હતા. આ મામલે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓ: (૧) શબીર મોહમદ મલેક (ઉં.વ. 30, રહે. બારડોલી, મૂળ રહે. ભરૂચ) (૨) સમીર રીયાઝુદ્દીન શેખ (ઉં.વ. 32, રહે. નાસિક, મહારાષ્ટ્ર) જયારે નારાયણ મારવાડી (રહે. અંકલેશ્વર) ને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

error: Content is protected !!