Local News : વલસાડ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેને મુસાફરની બેગની ચોરી

ભુસાવલ-દાદર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક પરિવારની નજર ચૂકવી અજાણ્યા શખ્સોએ બેગની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે વલસાડ રેલવે પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે મૂળ અકોલાના અને હાલ પાલઘર ખાતે નોકરી કરતા ફરિયાદી ગણેશ અવિધત કોહર ગત તારીખ 15/02/2026 ના રોજ પોતાની પત્ની સાથે ટ્રેન નંબર 09052 (ભુસાવલ-દાદર એક્સપ્રેસ) ના કોચ નંબર S/6 માં સીટ નંબર 68 અને 31 પર મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન રાત્રિના સમયે તેમની પત્ની ઊંઘી ગયા હતા. મોડી રાત્રે અંદાજે 00:40 કલાકે જ્યારે ટ્રેન વલસાડ રેલવે સ્ટેશને પહોંચી અને તેમની પત્ની જાગ્યા, ત્યારે સીટ પાસે લટકાવેલી બેગ ગાયબ જણાઈ હતી. આસપાસમાં તપાસ કરવા છતાં બેગનો કોઈ પત્તો મળ્યો ન હતો.ચોરાયેલી બેગમાં મોબાઈલ ફોન,સોનાના દાગીના, અન્ય સામાન મળી કુલ રૂપિયા અંદાજે રૂ. 13,500/-ની ચોરી થઈ હોવાનું નોંધાયું છે.શરૂઆતમાં આ બાબતે પાલઘર રેલવે પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. જોકે, ઘટના વલસાડ રેલવે પોલીસની હદમાં બની હોવાથી, આ કેસ ડાયરી વલસાડ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

error: Content is protected !!