Local News : સુરત ગ્રામ્ય એલ.સી.બી.નો સપાટો: વલથાણ ગામ પાસેથી રૂ. ૫૧.૩૩ લાખનો બિનહિસાબી પાનમસાલાનો જથ્થો ઝડપાયો

સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વલથાણ ગામે નેશનલ હાઈવે નં-૪૮ પરથી શંકાસ્પદ કન્ટેનર ઝડપી પાડી, બિલ વગરના સિગ્નેચર પાનમસાલાના માતબર જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા હાઈવે પર થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા અપાયેલી સૂચનાના આધારે પોલીસની ટીમો પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એ.એસ.આઈ. રોહિતભાઈ અને હેડ કોન્સ્ટેબલ અનિલભાઈને બાતમી મળી હતી કે, એક ટાટા કન્ટેનર નંબર આરજે/૧૪/જીક્યુ/૧૧૨૪માં અંકલેશ્વરથી પાનમસાલાનો જથ્થો ભરી સુરત તરફ આવી રહ્યું છે. પોલીસે વલથાણ ગામે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. બાતમીવાળું કન્ટેનર આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી કોઈપણ પ્રકારના બિલ કે આધાર પુરાવા વગરનો સિગ્નેચર પાનમસાલાનો માતબર જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ કાર્યવાહીમાં પાનમસાલાનો જથ્થો કી.રૂ. ૪૧,૨૩,૦૦૦/-, ટાટા કન્ટેનર કી.રૂ. ૧૦,૦૦,૦૦૦/-,મોબાઈલ ફોન (૨ નંગ) કી.રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ રૂ. ૫૧,૩૩,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે કન્ટેનરના ચાલક દિલશાદ ખાન અસલમ ખાન અને ક્લીનર જહીર સિરાજુદ્દીન ખાન (બંને રહે. હરિયાણા) ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ તપાસમાં અન્ય બે વ્યક્તિઓના નામ પણ ખુલ્યા છ. (૧) જથ્થો ભરાવનાર શેખ આસીફ જબ્બીર (રહે. અંકલેશ્વર) (૨) જથ્થો માંગવનાર મોનુ પરમાર (રહે. સુરત) બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.

error: Content is protected !!