Local News Tapi: મગરકુઇ ગામમાં બંધ મકાનને નિશાન બનાવી ૧.૮૭ લાખના દાગીનાની ચોરી

વ્યારા તાલુકાના મગરકુઇ ગામે એક ચોરીની ઘટના સામે આવી છે, જેમાં તસ્કરોએ એક શિક્ષક દંપતીના બંધ મકાનનો નકુચો તોડી અંદાજે રૂપિયા ૧,૮૭,૫૦૦/- ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા છે.

મળતી માહિતી મુજબ, ફરિયાદી નયનાબેન મોહનભાઈ ગામીત, જેઓ સોનગઢની આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે, તેઓ ગત તા.૨૧/૦૨/૨૦૨૬ ના રોજ સાંજે પોતાના ઘરને તાળું મારી પતિ સાથે આશ્રમ શાળાએ ગયા હતા. આ દરમિયાન તેમનું ઘર બંધ હતું. તા.૨૩/૦૨/૨૦૨૬ ના રોજ બપોરે તેઓને જાણ થઈ હતી કે તેમના ઘરનો નકુચો તૂટેલો છે. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે અજાણ્યા ચોર ઈસમોએ ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં રાખેલ કબાટમાંથી દાગીનાની ચોરી કરી છે.તસ્કરો કબાટમાંથી (૧) સોનાનું મંગળસૂત્ર (અઢી તોલા)-કિંમત રૂ.૧,૦૦,૦૦૦/- (૨) સોનાની ચેઈન (દોઢ તોલા)-કિંમત રૂ.૬૦,૦૦૦/- (૩) સોનાની કડી (૨ નંગ)-કિંમત રૂ.૧૨,૦૦૦/- (૪) સોનાની બુટ્ટી અને લુઝ-કિંમત રૂ.૧૨,૦૦૦/- ચાંદીની ગણેશજીની મૂર્તિ અને સિક્કો-કિંમત રૂ.૩,૫૦૦/- મળી કુલ રૂપિયા ૧,૮૭,૫૦૦/- ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા.આ બાબતે નયનાબેને વ્યારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

error: Content is protected !!