મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર પરથાણ પાટીયા ઓવરબ્રીજ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગણેશ સિસોદરાથી ગોલ્ડી સોલારની 720 પ્લેટો ભરીને જતી ટાટા ટ્રક નંબર GJ-12-BX-1266 ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર પર ચડી પલટી ખાઈ ગઈ હતી.
આ ઘટના ગત 11 ફેબ્રુઆરી 2026ના રોજ રાત્રિના સમયે બની હતી. ટ્રક ચાલક અમનકુમાર બીરબહાદુર રાય (રહે.બિહાર) પૂરઝડપે અને ગફલતભરી રીતે ટ્રક ચલાવી રહ્યો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ટ્રક પલટી મારી જતાં તેમાં ભરેલી લાખોની કિંમતની સોલાર પ્લેટો રોડ પર વેરાઈ ગઈ હતી અને ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં ચાલક અમનકુમારને ચહેરા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સેતુલ ટ્રાન્સ કેરિયરના મેનેજર જયવીરસિંહ બળવંતસિંહ જાડેજાએ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.





