ચીખલી પોલીસ સ્ટેશનની હદમાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. મુંબઈથી અમદાવાદ જતી ટ્રેક પર સેફરોન હોટલની સામેથી એક આયશર ટેમ્પોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ, બીયર અને વોડકાનો મોટો જથ્થો પકડાયો છે.પોલીસ દરોડા દરમિયાન કુલ રૂ.૩૪.૪૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે,
પોલીસે સ્થળ પરથી ટેમ્પો ચાલક વિનોદ જગરામ ચંદન કહાર (રહે. બલરામપુર, ઉત્તર પ્રદેશ) ને રખેવાળું કરતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આયશર ટેમ્પો માંથી ૨૫૦ પેટીઓમાં ભરેલી વિદેશી દારૂ, બીયર અને વોડકાની કુલ ૧૦,૫૧૨ નંગ બોટલો જેની કિંમત રૂ.૨૪,૩૬૦૦૦/- તથા આરોપી પાસેથી એક વીવો કંપનીનો મોબાઈલ અને રબર રોલના કોથળા તેમજ આયશર ટેમ્પો મળી કુલ રૂપિયા ૩૪.૪૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.તપાસમાં ખુલેલી વિગતો મુજબ, આ દારૂનો જથ્થો દમણથી ભરીને સુરત કડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. આ ગુનામાં અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.





