Maharashta : અન્ય સામગ્રીઓ સહિત કુલ ૬૬૦ કરોડ રૂપિયાની મતા જપ્ત

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે આચારસંહિતા અમલમાં મૂકાયા બાદ રોકડ, દારૂ તથા અન્ય સામગ્રીઓ સહિત કુલ ૬૬૦ કરોડ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હતી જ્યારે સી-વિજિલ ઍપ પર મળેલી ૮,૬૭૮ ફરિયાદમાંથી ૮,૬૬૮ ફરિયાદનો નિકાલ લાવવામાં આવ્યો હતો.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં ૧૫મી ઓક્ટોબરથી અત્યાર સુધી સી-વિજિલ ઍપ પર ૮,૬૭૮ ફરિયાદ મળી હતી જેમાંથી ૮,૬૬૮ ફરિયાદનો નિકાલ લાવવામાં આવ્યો હતો.આ સિવાય રાજ્ય અને કેન્દ્ર સરકારની એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા આ સમયગાળા દરમિયાન રોકડ, દારૂ, ડ્રગ્સ અને કિંમતી ધાતુઓ સહિતની કુલ ૬૬૦.૧૬ કરોડની મતા જપ્ત કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.

error: Content is protected !!