મહારાષ્ટ્ર: ચિંચપાડામાં નવાપુર તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ

ચિંચપાડા : Smt. D. G. Agrawal Memorial Senior Secondary School, Chinchpada ખાતે તા. 23 અને 24 સપ્ટેમ્બર દરમિયાન નવાપુર તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ અંડર-14, અંડર-17 અને અંડર-19 વયજૂથમાં છોકરા-છોકરીઓની વિવિધ એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.સ્પર્ધાનો પ્રારંભ મેજર ધ્યાનચંદની પ્રતિમાના પૂજનથી કરવામાં આવ્યો હતો. તાલુકા રમતગમત વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાયેલી સ્પર્ધામાં નિર્ણયો પારદર્શક અને નિષ્પક્ષ રીતે કરવામાં આવ્યા હતા. યજમાન શાળાએ ખેલાડીઓ અને શિક્ષકો માટે જરૂરી સુવિધાઓ તથા વ્યવસ્થાઓ પૂરી પાડી હતી.

શાળાના CEO રઘુનાથ નિરંજન અગ્રવાલ, અધ્યક્ષ નિરંજન ઓમપ્રકાશ અગ્રવાલ, ઉપાધ્યક્ષ સંતોષ રાધેશ્યામ શર્મા અને ડિરેક્ટર મનીષ ઓમપ્રકાશ અગ્રવાલ સહિતના અગ્રણીઓએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. PET શિક્ષકો નિતિન રાજપૂત, સુહાસ વલવી અને જયપાલ રાજપૂતે સ્પર્ધાના આયોજનમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. બે દિવસીય સ્પર્ધા ઉત્સાહ, શિસ્ત અને રમતવીર ભાવના સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.

error: Content is protected !!