નવસારીના નાગધારા ગામે માનવભક્ષી દીપડાએ યુવાન પર હુમલો કર્યા

નવસારીના નાગધારા ગામે દીપડાઓએ ધોળા દિવસે ખેતરમાં ગયેલા યુવાન પર અચાનક હુમલો કર્યો હતો. અચાનક હુમલો થતા આ યુવાને દીપડાનો પ્રતિકાર કર્યો જેથી દીપડો ભાગી ગયો હતો. જોકે દીપડાએ હૂમલો કરતા ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાન સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતા ટાંકા આવ્યા હતા. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં દીપડાને લઇને ભયનો માહોલ સર્જાયો છે. વન વિભાગને જાણ કરવામાં આવી છે.

નવસારીના પૂર્વ પટ્ટીના ગામોમાં અવારનવાર જંગલમાંથી પ્રાણીઓ માનવ વસ્તી તરફ આવી જતા હોય છે. ત્યારે સિંહ કે દીપડા જેવા માંસાહારી પ્રાણીઓ ભટકતા ભટકતા માનવ વસ્તી તરફ આવીને ઘણીવાર માણસો પર હુમલો પણ કરી દેતા હોય છે. તેવામાં નવસારીના નાગધારા ગામે માનવભક્ષી દીપડાએ યુવાન પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. સવારે લીલીના ફૂલ તોડવા ખેતરમાં ગયેલ યુવાન ઉપર દીપડા તૂટી પડ્યો હતો. ફુલ તોડી રહેલા યુવાનને શિકાર સમજી 2 દીપડા તૂટી પડ્યા હતા. દીપડાના હુમલા સામે યુવાને હિંમત બતાવી લડત આપી હતી. હુમલા સામે એકલા ઝઝૂમી રહેલા યુવાને દીપડાને ઉભી પૂછડીએ ભગાડ્યો હતો. દીપડાના હુમલાની જાણ થતા વન વિભાગની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈને પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી.

error: Content is protected !!