મહુવા તાલુકાનાં કાંકરીયા ગામે હોળી ફળીયામા રહેતી એક ૨૮ વર્ષીય પરિણીત મહિલા સોનલબેન મંગુભાઈ હળપતિએ કોઈક કારણસર પોતાના ઘરમાં છતનાં ભાગે લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે મહુવા પોલીસને જણા કરાતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે તેના ભાઈ કેશુભાઈ મંગુભાઈ હળપતિની ફરિયાદ લઈ સોનલબન હળપતિએ કયા સંજોગોમાં આત્મહત્યા કરી તેની પોલીસે તપાસ હાથ ધરી હતી.
