ઉત્તર પ્રદેશના સંભલમાં આવેલા હયાત નગર પોલીસ સ્ટેશન પરિસરમાં અજ્ઞાત કારણોસર ભીષણ આગ લાગી છે. ઉલ્લેખનીય છે કે, આગના કારણે પોલીસ વહીવટીતંત્રમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. આગ લાગ્યા પછી પોલીસકર્મીઓ પોલીસ સ્ટેશનની બહાર દોડી આવ્યા અને અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. આખરે શા કારણે આગ લાગી તેનું કારણ સામે આવ્યું નથી! આગની વાત કરવામાં આવે તો, આગ એટલી ભયાનક હતી કે, પોલીસ સ્ટેશનમાં પાર્ક કરેલી અનેક ગાડીઓ આગની ચપેટમાં આવી હતી. અનેક વાહનો બળીને ખાક થઈ ગયાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
ઘટનાની વાત કરવામાં આવે તો, ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતાં. આખી ટીમે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે સાથે મળીને કામ કર્યું અને લગભગ 2 કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટના અંગે વિગતો આપતા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે કહ્યું કે, પોલીસ સ્ટેશન પરિસરની ઉપરથી પસાર થતો 11,000 વોલ્ટનો હાઇ ટેન્શન પાવર વાયર અચાનક તૂટી ગયો અને પડી ગયો, જેના કારણે પરિસરમાં પાર્ક કરેલા વાહનોમાં આગ લાગી ગઈ હતી. આગના કારણે પાર્ક કરેલા 10 થી 12 વાહનો બળી ગયા હતાં. આગ કાબુમાં આવી ગઈ છે, નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે, કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યાં નથી.