Rain update : આગામી સાત દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ : હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.  25 જૂનના દિવસે ભારે થી અતિ ભારે વરસાદ – બનાસકાંઠા અને ભારે વરસાદની આગાહી   સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ વરસાદ પડી શકે છે. 26 જૂનના દિવસે પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ  ભારે વરસાદ પડી શકે છે, 27 જૂનના દિવસે નવસારી, વલસાડ, તાપી, દમનદાદરા નગર હવેલી માં ભારે વરસાદ પડી શકે છે, અને 28 જૂનના દિવસે  ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, ગમન દાદા નગર હવેલી માં ભારે વરસાદ પડી શકે છે,

કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. જામનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. પોરબંદર અને દ્વારકા: ભારે વરસાદ આવી શકે છે. ઉત્તર સૌરાષ્ટ્ર (રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા)માં વરસાદ આવી શકે છે. બોટાદ અને ભાવનગરમાં સારો વરસાદ થવાની શક્યતા છે. 28 થી 30 જૂનમાં મધ્યપ્રદેશના ભાગોમાં સારો વરસાદ આવી શકે છે. ઉત્તર ગુજરાત (બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સમી, હારીજ, વિસનગર)માં સારો વરસાદ થશે. પંચમહાલમાં સારો વરસાદ થઈ શકે છે. અરવલ્લી, સાબરકાંઠા અને કચ્છના કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે. જુલાઈનું પ્રથમ સપ્તાહમાં કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક વધી શકે છે. મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ થઈ શકે છે. આદરા નક્ષત્રમાં વરસાદનું પાણી સારૂ ગણાય છે. 19 જુલાઈ થી પુષ્ય નક્ષત્રમાં સૂર્ય આવતા પાણી સારૂ ગણાય છે.

error: Content is protected !!